ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આયોજીત મોક ડ્રીલમાં ઓઈલ લીકેજની પરિસ્થિતિ અંગે લોકોને માર્ગદર્શન અપાયું
મોરબી: મોરબીમાં માળીયા તાલુકાના ખાખરેચી ગામ નજીક આવેલી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની પાઈપલાઈન પાસે સલામતી અને સુરક્ષા બાબતે ઓફ સાઈટ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખાખરેચી ગામ નજીકથી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના પશ્ચિમી ક્ષેત્ર પાઈપલાઈન્સ વિરમગામ હેઠળની બાય ડાયરેક્શન પાઈપલાઈન પસાર થાય છે. આ પાઈપ લાઈન થકી કોયલીથી કંડલા સુધી વિવિધ પેટ્રોલિયમ પેદાશોનું વહન કરવામાં આવે છે. ત્યારે આજે સવારે ૧૧:૦૦ વાગ્યા આસપાસ ફરજ પરના કર્મચારી જ્યારે લાઈન ચેકિંગ કરવા માટે આવ્યા ત્યારે તેમને લીકેજની શંકા જતા તેમણે સુપરવાઈઝર અને કન્સલ્ટ અધિકારીને જાણ કરી હતી. જેથી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના કર્મચારીઓએ ત્યાં પહોંચી સાઈટ પરનું નિરીક્ષણ કર્યું હતું અને નિરીક્ષણ બાદ લીકેજ જણાતા કંટ્રોલરૂમને પણ જાણ કરવામાં આવી હતી. જેથી ત્વરિત પગલાં લઈ RCP-3 અને RCP-4ના વાલ્વ બંધ કરી પેટ્રોલિયમ પેદાશોનું વહન બંધ કરવામાં આવ્યું હતું.