માળીયાના ખાખરેચી ગામેથી વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો
માળીયા (મી): માળીયા તાલુકાના ખાખરેચી ગામના ઉગમણા ઝાપે ઠાકોર સમાજની વાડી પાસે જાહેરમાં વર્લી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતા એક ઈસમને માળીયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના ખાખરેચી ગામના ઉગમણા ઝાપે ઠાકોર સમાજની વાડી પાસે જાહેરમાં વર્લી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતા એક ઈસમ ભરતભાઈ ઉર્ફે પકો નાનજીભાઈ સીસણોદ (ઉ.વ.૩૮) રહે. ગામ ખાખરેચી તા. માળીયા (મી) વાળાને માળીયા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.