Friday, November 22, 2024

માળીયાના ખાખરેચી ખાતે પાવરગ્રીડ મામલે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા: પાવરગ્રીડ ખાવડા ||-બી ટ્રાન્સમિશન લી. દ્વારા ૭૯૫ કે.વી. લાકડીયા-અમદાવાદ ટ્રાન્સમિશન લાઈનનું કામ તાત્કાલીક અટકાવવા અને ખેડૂતોને વળતર ચુકવવા માંગ સાથે માળિયાના ખાખરેચી ગામે ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો જેમાં ખેડૂતોની બહોળી સંખ્યામાં હાજરી જોવા મળી હતી.

સરકાર દ્વારા પાવરગ્રીડ ખાવડા ||-બી ટ્રાન્સમિશન લી. ને ૭૬૫ કે.વી. લાકડીયા-અમદાવાદ ટ્રાન્સમિશન લાઈન મોરબી જીલ્લાના માળીયા તથા હળવદ તાલુકામાંથી પસાર થાય છે. જેમાં ખેડુતોને કોઈ પણ પ્રકારનું વળતર ચુકવ્યા વિના બળજબરી પૂર્વક તથા ખેડુતોને સાંભળ્યા વિના કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું યોગ્ય વળતર ચુંકવ્યા વિના કરવામાં આવી રહેલ કામમાં ખેડુતો ઉપર અન્યાય કરવામાં આવી રહ્યો છે. જેથી ખેડુતોના ન્યાય માટે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા આ કામ તાત્કાલીક ધોરણે અટકાવવા માંગ સાથે ખેડૂતોને સાથે રાખી આજે માળિયાના ખાખરેચી ગામ ખાતે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો.

જોકે આ કાર્યક્રમમા ખેડૂતોની બહોળી સંખ્યામાં હાજરી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અગ્રણી પાલ આંબલીયા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ, લલીતભાઈ કગથરા, મનોજ પનારા સહિત કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા અને લાકડીયા – અમદાવાદ ટ્રાન્સમિશન લાઈનનુ કામ બંધ કરાવવા અને ખેડૂતોને વળતર ચુકવવા સરકાર પાસે માંગ કરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર