માળીયાના ખાખરેચી રોડ પર બાઇક પર સ્ટંટ કરતા શખ્સને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
માળીયા (મીં)ના ખાખરેચી રોડ ઉપર બાઈક પર સ્ટંટ કરતા શખ્સને શોધી કાઢી માળીયા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટર સાઈકલ રોડ ઉપર સ્ટંટ કરી ચલાવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હોય જે વાયરલ થયેલ વિડીયોમાં દેખાતા ઈશમની તપાસ કરતા તે દરમ્યાન વિડીયોમાં દેખાત ઈસમ ધર્મેશભાઈ ઘનશ્યામભાઈ ધંધાણીયા (ઉં.વ.૧૯) ૨હે. ખાખરેચી ગામ તા. માળીયા (મીં) વાળાને માળીયા મીયાણા પોલીસે શોધી કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવેલ છે.