માળીયાના જુના ઘાટીલા ગામે જુગાર રમતા છ જુગારી ઝડપાયા
માળીયા (મી): માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામની કોઠારીયા સીમમાં જાહેરમાં ટોર્ચ બતીના અંજવાળે જુગાર રમતા છ ઈસમોને માળીયા પોલીસે ઝડપી પાડયા છે.
મળીયા તાલુકા પોલીસને મળેલ ખાનગી રાહે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામની કોઠારીયા સીમમાં જાહેરમાં ટોર્ચ બતીના અંજવાળે જુગાર રમતા છ ઈસમો અરવીંદભાઇ વીરજીભાઈ ધોરકડીયા ઉ.વ.૪૧, નવઘણભાઇ ચંદુભાઈ અગેચણીયા ઉ.વ.૩૦, કિશોરભાઇ ખોડાભાઇ ઉપાસરીયા ઉ.વ.૨૬, રાજેશભાઈ પ્રેમજીભાઇ ધોરકડીયા ઉ.વ.૪૦, પ્રવીણભાઇ લખમણભાઇ ધોરકડીયા ઉ.વ.૪૬, પોલજીભાઇ વેરશીભાઇ ધોરકડીયા ઉ.વ.૫૫ ધ રહે-જુના ઘાટીલાગામ તા.માળીયા મીં.વાળાને રોકડ રકમ રૂ.૧૭૭૫૦/- સહીત કુલ રૂ. ૧૭૮૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.