માળીયાના જસાપર ગામે મકાનની છત પરથી નીચે પટકાતા મહિલાનું મોત
માળીયા (મી): માળિયા તાલુકાના જસાપર ગામે મકાનની મેડી ઉપર પાણી છાંટતી વખતે મેડી પરથી નીચે પટકાતા મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના જસાપર ગામે રહેતા દિવાળીબેન ચંદુભાઈ બોરીચા ઉ.વ.૫૫ વાળા ગત તા.૩૦-૦૪-૨૦૩૪ ના રોજ સાંજના સમયે મકાનનું કામ ચાલુ હોય ત્યારે મેડી ઉપર પાણી છાંટતી વખતે આકસ્માતે પગ લપસી જતાં નીચે જમીન પર પછાડતા માથાના ભાગે શરીરે ગંભીર ઈજા થતા સારવાર અર્થે મોરબી ખાનગી હોસ્પિટલમાં ત્યારબાદ વધું સારવાર માટે બીજી ખાનગી હોસ્પિટલમાં ખસેડતા ચાલુ સારવાર દરમ્યાન દિવાળીબેન નામની મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.