માળીયા ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસેથી પશુ ભરેલ આઈસર સાથે એક ઈસમ ઝડપાયો
માળીયા મીંયાણા ઓનેસ્ટ ચેક પોસ્ટે પાસે કચ્છ મોરબી હાઈવે ઉપરથી ટ્રકમા દયનીય હાલતમા પાડા (જીવ) નંગ- ૧૯ ભરી નીકળતા એક ઇશમને માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન તથા માળીયા પોલીસ સ્ટાફ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન માળીયા મીં. ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે કચ્છ મોરબી હાઈવે ઉપર આવતા એક વાદળી કલરનો મીની આઈસર ટ્રક રજીસ્ટર નં. જીજે-૧૯- યુ- ૧૯૩૨ વાળો ટ્રકના ઠાઠામા તાલપત્રી બાંધી નીકળતા ટ્રકને રોકી ટ્રકના ઠાઠામા તાલપત્રી હટાવી ચેક કરતા ટ્રકના ઠાઠામા દયનીય હાલતમા પાડા નંગ ૧૯ ભરેલ હોય જે મીની આઈસર ઠાઠામા પાડાઓ દયનીય હાલતમા ટુકા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધી ટ્રકમા પાડાઓ માટે પાણી તેમજ ઘાસચારાની વ્યવસ્થા કર્યા વગર પાડાઓને ભૂખમરી અને વગર પાણીના કારણે પીડાઓ યાત્ના પહોયે તે રીતે ભરી નીકળેલ હોય જેથી આરોપી ઈમરાનભાઈ ઈકબાલભાઈ શેખ ઉ.વ.૪૨ રહે. અમદાવાદ ગ્યાસપુર રોડ બરફની ફેકટરી પાસે અસદઉશેદ ટેનામેન્ટ ઘર નં.૧૧ તા.જી. અમદાવાદવાળા વિરુધ્ધ પ્રાણી પ્રત્યે ક્રુરતા અધીનીયમની ૧૯૬૦ ની કલમ ૧૧(૧)(ડી), (ઈ), (એફ). (એચ) તથા જી.પી.એક્ટ કલમ ૧૧૯ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.