માળિયાના હરીપર પુલનું બાંધકામ ચાલુ હોવાથી પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી
માળિયા (મી): સામખીયારી થી માળીયા આવવા-જવા માટે ના રસ્તામા હાઇવે રોડ પર આવેલ હરીપર પુલનુ બાંધકામ હાલે ચાલુ હોઇ જેથી રોડ ઉપર ટ્રાફિક જામની પરીસ્થીતી નિર્માણ થાય છે. જેથી જાહેર જનતાને જણાવવામા આવે છે. કે રાધનપુર થઈ અમદાવાદ જવા માટે રસ્તો બહેતર રહેશે જેથી આ અંગે રાધનપુર હાઇવે વાળા રસ્તેથી આવવા-જવા માટે રસ્તાનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.