માળીયાના ફતેપર ગામ પાસે તલાવડીમાં ડૂબી જતાં આધેડનું મોત
માળીયા (મી): માળિયા મચ્છુ નદીના પૂર્વ તરફના કાંઠે ફતેપર ગામ જવાના કાચા રોડની બાજુમાં આવેલ પાણીની તલાવડીમાં ડૂબી જતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના જૂના અંજીયાસર ગામે રહેતા હાજીભાઈ અબ્દુલભાઇ મોવર ઉ.વ.૫૫ વાળા માળિયા મચ્છુ નદીના પૂર્વ તરફના કાંઠે ફતેપર ગામ જવાના કાચા રોડની બાજુમાં આવેલ પાણીની તલાવડીના પાણીમાં ડોકમાં ચુંદડી બાંધેલ તેમજ ચુંદડીનો એક છેડો મોટરસાયકલના એંગલ સાથે બાંધેલ હાલતમાં પાણીમાં ડૂબી જતાં હાજીભાઈનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.