માળીયાના ચીખલી ગામે 14 ગાય પરત ન આપતા રખેવાળ વિરુદ્ધ ગુન્હો દાખલ
માળીયા મીયાણા તાલુકાના ચીખલી ગામે ઢોર – ગાયો ચરાવવાનો ધંધા કરતા બે શખ્સોને પશુપાલક યુવક અને સાહેદે ગાયો ચરાવવા આપેલ હોય જે પૈકી ૧૪ ગાયો પરત નહી વિશ્વાસભંગ કરા આરોપીઓ વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા અને પશુપાલનનો ધંધો કરતા જલાભાઈ ઉર્ફે જીલાભાઈ શીયાર (ઉ.વ.૪૫) એ આરોપી મુસ્તાકભાઇ આમીનભાઇ લધાણી તથા આમીનભાઇ કરીમભાઇ લધાણી જાતે મીયાણા રહે.બન્ને ચીખલી તા.માળીયા (મીં)વાળા વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે બન્ને આરોપીઓ ઢોર-ગાયો ચરાવાનો ધંધો કરતા હોય જેથી ફરીયાદીએ તેમની માલીકીની ગાયો જીવ-૨૦ તથા સાહેદ બળદેવભાઇ મેવાડાએ તેમની માલીકીની ગાયો જીવ-૩૦ ની આરોપીઓને પૈસા આપી રખેવાળ તરીકે ચરાવવા આપેલ હોય જે પૈકી ફરીયાદીની ગાયો જીવ-૩ કિંમત રૂ.૩૦,૦૦૦/- તથા બળદેવભાઇની ગાયો જીવ-૧૧ નાની મોટી કિમત રૂ.૫૫૦૦૦/- માળી કુલ રૂ.૮૫,૦૦૦/- ની મુદામાલની ગાયો જીવ- નંગ-૧૪ પરત નહી આપી બન્ને આરોપીઓએ ફરીયાદી તથા સાહેદ સાથે વિશ્વાસભંગ કરી ગુન્હો કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.