માળીયાના ચીખલી ગામે જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
માળીયા (મી): માળીયા મીયાણા પોલીસ સ્ટેશન હદમાં આવેલ ચીખલી ગામના ખોડીયાર માતાજીના મઢ પાસે જાહેરમા જુગાર રમતા ચાર ઈસમોને માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ચીખલી ગામના ખોડીયાર માતાજીના મઢ પાસે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈશમો અકબરભાઇ હારૂનભાઈ પારેડી ઉં.વ.૩૦, નવઘણભાઈ ઉર્ફે ટકી જુગાભાઈ દેગામાં ઉ.વ.૧૯, લાલજીભાઇ જુગાભાઈ પરસુંડા ઉ.વ.૨૫, મહેશભાઈ ઉર્ફે મુનો રાયસીંગભાઇ બજાણીયા ઉ.વ.૩૨ રહે બધા ચીખલી તા. માળીયા. (મી) વાળાને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.