માળીયાના ચાંચાવદરડા ગામમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
માળીયા (મી): માળીયા તાલુકાના ચાંચાવદરડા ગામની સીમમાં ખેતરના શેઢેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની માળીયા (મી) પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા ફરીયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના ચાંચાવદરડા ગામે રહેતા ઘનશ્યામભાઈ મહાદેવભાઈ આદ્રોજા (ઉ.વ.૫૬) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ હીરો કંપનીનુ હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-એ.એસ-૪૭૫૭ જેની કિંમત રૂ.૨૫,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા ફરીયાદના આધારે તપાસ હાથ ધરી બાઈક ચોરી જનાર આરોપી હનીફભાઇ દોસમામદભાઈ કાજેડીયા (ઉ.વ.૨૮) રહે. કાજરડા તા. માળીયા (મી) વાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.