માળીયાના ચાચાવદરડા ગામે સરકારી ગોદામમાંથી થતી અનાજ ચોરીનો પર્દાફાશ ; બે ઈસમોની ધરપકડ
માળીયા મીયાણાના ચાચાવદરડા ગામની સીમમા આવેલ સરકારી ગોદામમાંથી સરકારી અનાજનો જથ્થાની ચોરીનો પરદાફાસ કરી રૂ.૪.૪૨.૭૫૦/- ના મુદામાલ સાથે બે ઇસમને માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા પોલીસ મને સંયુકત રાહે બાતમી મળેલ કે, ચાચાવદરડા ગામની સીમમા આવેલ સરકારી ગોદામમાંથી અમુક ઇસમો સરકારી અનાજનો જથ્થો ચોરી કરી તેનુ વેચાણ કરી આર્થીક લાભમેળવે છે અને હાલે તેઓની પ્રવુતી ચાલુ છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા સરકારી અનાજનો ઘઉં, ચોખાના જથ્થા સાથે બે ઇસમો શીવરાજસિંગ કાલીયરન ભુરેલાલ રાજપુત ઉવ ૨૮ રહે. મોરબી યમુનાનગર શેરી નં ૦૪ મુળ રહે.મધ્યપ્રદેશ તથા રાહુલ પુજારામ ભોસુરામ રાજપુત (ઉવ.૨૨) રહે હાલ ગ્રીન લેન્ડ ચોકડી ઝુપડપટ્ટી વિસ્તાર મુળ રહે. મધ્યપ્રદેશવાળાને ઝડપી પાડી જેઓની પુછપરછ કરતા અન્ય એક શખ્સ રમેશભાઈ રહે શનાળા તા.જી મોરબીવાળાનુ નામ ખુલતા તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ આ બંને ઈસમોએ ત્રણથી ચાર વખત આ પ્રકારે સરકારી ગોદામમાંથી અનાજનો જથ્થો ચોરી કરી બજારમા તેનુ વેચાણ કરી આર્થીક લાભ મેળવતા હોવાનુ જણાવતા હોય જેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરેલ છે.
પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલ :- (૧) ચોખાની (યાવલ) ની બોરીઓ નંગ કુલ ૧૧ કુલ વજન ૫૫૦ કિલો કિ.રૂ ૨૨.૦૦૦/- તથા ઘઉંની બોરીઓ નંગ ૪ કુલ વજન ૨૦૦ કિલો કિ.રૂ ૬૦૦૦/- તથા ઇક્કો ગાડી GJ-36-AF-1153 કિ.રૂ ૪.૦૦,૦૦૦/-, તથા મોબાઇલ ફોન નંગ ૨ કિ.રૂ ૧૦,૦૦૦/- તથા રોકડા રૂપીયા ૪૭૫૦/ મળી કુલ રૂપીયા ૪.૪૨.૭૫૦/ નો મુદામાલ કબ્જે કરેલ છે.