માળીયાના મોટી બરાર ગામે ઇકો કારમાંથી વિદેશી દારૂની 36 બોટલો સાથે એક પકડાયો
માળીયા મીયાણા તાલુકાના મોટી બરાર ગામના પાણીના ટાંકા પાસેથી ઈકો કારમાંથી વિદેશી દારૂની ૩૬ બોટલો સાથે એક ઈસમને માળિયા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ માળીયા (મીં) પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન માળીયા તાલુકાના મોટી બરાર ગામે પાણીના ટાંકા પાસેથી આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળી ઈકો કાર રજીસ્ટર નંબર -જીજે-૩૬-એફ-૬૨૮૫ કિં રૂ. ૪,૦૦,૦૦૦ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૩૬ કિં રૂ. ૧૬૭૪૦ તથા મોબાઇલ ફોન કિં રૂ.૫૦૦૦ મળી કુલ કિં રૂ. ૪,૨૧,૭૪૦ ના મુદ્દામાલ સાથે આરોપી વિક્રમભાઈ જેસંગભાઈ મિયાત્રા (ઉ.વ.૪૦) રહે. મોટા દહિસરા તા. માળીયા (મીં) વાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ મુન્નાભાઈ જશાપર તા. માળીયાવાળાનુ નામ ખુલતા પોલીસે બંને ઈસમો વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.