Sunday, September 8, 2024

માળીયાના ભાવપર ગામે જુગાર રમતા છ પત્તાપ્રેમી ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મી): માળીયા તાલુકાના ભાવપર ગામે તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને માળીયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ માળીયા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન માળીયા તાલુકાના ભાવપર ગામે તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો અરજણ કરશનભાઇ રીણીયા, શૈલેષભાઈ મનહરભાઈ ફુલતરીયા, ફીરોજભાઈ અસમાલભાઈ સુમરા, જયદીપસિંહ ઉર્ફે ભુરો રણજીતસિંહ જાડેજા, ખેંગારભાઈ મોહનભાઈ રીણીયા રહે. પાંચેય ભાવપર તા. માળીયા (મી) તથા અનિલભાઈ વેરસીભાઈ કારૂ રહે. નવા સાદુળકા તા. મોરબીવાળાને રોકડ રકમ રૂપિયા ૯૨૮૦ ના મુદ્દામાલ સાથે માળિયા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર