માળીયાના બગસરા ગામે પીવાનું પાણી ન મળતા ગ્રામજનો ત્રાહિમામ
માળીયા (મી): માળિયા તાલુકાના બગસરા ગામે પીવાનું પાણી મળતુ ન હોવાથી ગામમાં નવો સંપ બનાવવા અને પાણીની પાઈપલાઈન નવી નાખી પાણી આપવા બગસરા ગ્રામ પંચાયત દ્વારા પાણી પૂરવઠા વિભાગને લેખીત રજુઆત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ માળીયા મી તાલુકાના બગસરા પીવા નું પાણી પુરતુ નો આવતા ગ્રામજનો અને મહિલાઓ ત્રાહીમામ છે મોરબી જીલ્લાના માળીયા મી તાલુકાના બગસરા ગામ છેવાળું ગામ છે અને 2000 ની આસપાસ વસ્તી છે અને માલઢોર 500 થી 700 ની આસપાસ છે.
ઉલ્લેખનીય છે કે ઉનાળાનો સમય છે તેથી સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોકોને પાણીની જરૂરિયાત વધુ થતી હોય છે તેવા સમયે માળિયા તાલુકાના બગસરા ગામે પીવાનું પાણી પુરતું મળી રહી રહ્યુ નથી જેથી બગસરા ગ્રામ પંચાયત દ્વારા પાણી પૂરવઠા વિભાગને લેખીત રજુઆત કરી જણાવ્યું હતું કે બગસરા ગામે જે પાણીનો જુનો સંપ આવેલ છે તે નવો બનાવવામાં આવે અને મોટાભેલા ગામથી બગસરા ગામ સુધીની પાણીની પાઈપલાઈન નવી નાખવામાં આવે તેમ રજુઆત કરી હતી. જો કે બગસરા ગ્રામ પંચાયત દ્વારા અગાઉ પણ પાણી પુરવઠા અધિકારી અને તંત્રને લેખીત રજુઆતો તથા ફોન દ્વારા છેલ્લા 3 થી 4 વર્ષ થી કરેલ છે અનેક સતત રજુઆત પણ કોઈ આ ગામની આ પાયાની સુવિધા માટે નિરાકરણ લાવી શક્યા નથી ત્યારે નેતા કે તંત્ર ને જાણે આ ગામ માં રસ નો હોય તેવું લાગી રહ્યું હોવાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું.