માળીયાના બગસરા ગામે બળજબરીથી વ્યાજખોરે સહીં કરાવી કોરા ચેક પડાવ્યા
મોરબી જિલ્લામાં વ્યાજખોરોએ માજા મુક્યા છે ત્યારે માળિયાના બગસરા ગામે વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી યુવક પાસેથી બળજબરી પૂર્વક સહી કરાવી કોરા ચેક પડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની માળીયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના બગસરા ગામે રહેતા સુધીરભાઈ વલ્લભભાઈ પાટડીયા (ઉ.વ.૩૮) એ આરોપી દેવશીભાઇ લાલજીભાઇ સરડવા રહે. સરવડ તા. માળીયા (મીં) વાળા વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી પાસેથી રૂપીયા ૯૦ હજાર ૫ ટકા લેખે વ્યાજે લીધેલ તે પેટે ફરીયાદીએ આરોપીઓને ૧ લાખ ૧૩ હજાર વ્યાજ સહીત આપવા છતા આરોપીએ વધુ ૬૫ હજાર રૂપીયા આપવાની માંગણી કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફરીયાદીને ગાળો આપી જાન થી મારી નાખવાની ધમકી આપી બળજબરી પુર્વક કોરા ચેકમા સહી લઇ કોરો ચેક પડાવી લીધા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.