માળિયાના અંજીયાસર ગામેથી 1.70 લાખનો દેશીદારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર
માળીયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામની સીમમાંથી દેશીદારૂ લીટર ૩૫૦ તથા દેશીદારૂ બનાવવાનો આથો લીટર ૪૦૦૦ મળી કુલ કિં રૂ.૧,૭૦,૦૦૦ નો મુદ્દામાલ માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સ્ટાફને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે માળીયા મીંયાણાના અંજીયાસર ગામની સીમમાં પ્રોહીમાં અગાઉ પકડાયેલ સમીર હનીફભાઇ મોવર રહે અંજીયાસર વાળાની દેશીદારૂ ઉતારવા વાળી જગ્યાએ થી દેશીદારૂ લીટર ૩૫૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૪૦૦૦ પ્રોહીબીશનની સફળ રેઇડો કરી કુલ મુદામાલ કિ.રૂ. ૧,૭૦,૦૦૦/- ના જથ્થા સાથે જથ્થો પકડી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન કલમ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.