માળીયા: અણીયારી ટોલનાકાના નજીક ટાટ ટ્રકમાંથી વિદેશી દારૂની 76 બોટલો સાથે એક ઝડપાયો
માળીયા મીયાણાના અણિયારી ટોલનાકાનેથી ટાટ ટ્રકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમ વિદેશી દારૂની બોટલ નંગ -૭૬ કિં રૂ. ૫૬,૭૮૮ ના મુદ્દામાલ સાથે માળિયા પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને સંયુકતરાહે મળેલ બાતમીના આધારે માળીયા (મિ) તાલુકાના અણીયાળી ટોલનાકાથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૭૬ કિં.રૂ.૫૬,૭૮૮/- તથા ઇંગ્લીશ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ ટાટા ટ્રક રજીસ્ટર નં. RJ-30-GA-9369 કિં.રૂ.૧૫, ૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૧૫, ૫૬, ૭૮૮/- ના મુદ્દામાલ સાથે એક ઇસમ ગોપાલસિંગ છોગસિંહ રાવત (ઉ.વ.૪૩), રહે. રાજવા, ધોરા તા.બ્યાવર, જી. રાજસમંદ, રાજસ્થાનવાળા ની અટક કરી હતી જ્યારે અન્ય એક શખ્સ બહાદુરસિંહ મોહનસિંહ રાવત રહે. રાજવા, પોસ્ટ- બિલીયાવાસ, તા.જવાજા, તા.બ્યાવર, જી.રાજસમંદ, રાજસ્થાનવાળો સ્થળ પરથી નાસી છુટતા પોલીસે બંને ઈસમો વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.