માળીયામાં વર્લી ફિચરના આંકડાનો જુગાર રમાડતો એક ઈસમ ઝડપાયો
માળીયા મીયાણા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન માળીયા (મીં) થી સરકારી હોસ્પીટલ જવાના રસ્તાના ખુણા પાસેથી જાહેરમા વર્લી ફીચરના આંકડાનો જુગાર રમાડતા ઇસમને માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન માળીયા (મીં) થી સરકારી હોસ્પીટલ તરફ જવાના રસ્તાના ખુણા પાસે આવતા એક ઇસમ નામે આમીનભાઇ ઉર્ફે હાજી જાનમામદભાઇ જેડા (ઉ.વ ૩૨) રહે.વાડા વિસ્તાર માળીયા (મીં) તા.માળીયા (મીં) વાળો વર્લી ફીચરના આંકડા ઉપર પૈસાની લેતી દેતી કરી નશીબ આધારીત હારજીતનો વર્લી ફીચરના આંકડાનો જુગાર રમાડતા આરોપી પાસે થી રૂ ૧૦૪૦૦/- તથા એક મોબાઇલ કી રૂ.૨૦૦૦/- આમ કુલ કી રૂ.૧૨૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.