Thursday, March 6, 2025

માળીયામાં અપહરણના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો ઈસમ મધ્યપ્રદેશથી ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળિયા (મી): માળીયા મીં પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા ૫ માસથી અપહરણ ના ગુનામાં નાસતો ફરતા આરોપીને મધ્યપ્રદેશ ખાતેના સાગર જીલ્લા ખાતેથી મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની ટીમે ઝડપી પાડયો છે.

સર્કલ પોલીસ ઇન્સ્પેકટર મોરબી તથા સ્ટાફના નાસતા ફરતા ઈસમોને ઝડપી પાડવાની કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન ટેકનીકલ શોર્સથી માહિતી મળેલ કે માળીયા મીં પો.સ્ટે. એ પાર્ટ ૦૯૪૮/૨૦૨૩ ૩૬૩,૩૬૬ તથા પોક્સો અધીનીયમ-૨૦૧૨ ની કલમ-૧૮ મુજબના ગુન્હામાં છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો આરોપી ક્રિષ્ના ઉર્ફે કનૈયા રતીરામ કુછવાહ ઉ.વ.-૩૦ રહે. ચિતૌરા તા.સુરખી જી. સાગર મધ્યપ્રદેશવાળો ફરીયાદીની સગીર વયની દિકરીને ખાખરેચી ગામની સીમ એકજીસન સીરામીકના કારખાનામા તા.માળીયા મી. જી.મોરબી માંથી અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી ક્રિષ્ના ઉર્ફે કનૈયા રતીરામ કુછવાહ ઉ.વ.-૩૦ રહે. ચિતૌરા તા.સુરખી જી. સાગર મધ્યપ્રદેશવાળો મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં હોવાની બાતમી મળતા મોરબી સર્કલ પો.ઈન્સ.ની ટીમ સાથે સાગર જીલ્લામા મંજુરી આધારે તપાસમા બાતમીવાળી જગ્યાએ જઈ અને આરોપી તથા ભોગબનનારને સાગર ખાતેના કેન્ટ વિસ્તારમાંથી હસ્તગત કરી માળીયા મીં પો.સ્ટે. ખાતે લાવી આરોપીની પુછપરછ કરતા આરોપી ક્રિષ્ના ઉર્ફે કનૈયા રતીરામ કુછવાહ ઉ.વ.-૩૦ રહે.ચિતૌરા તા. સુરખી જી.સાગર મધ્યપ્રદેશવાળા વિરુદ્ધ મધ્યપ્રદેશના સાગર જિલ્લાના સુરખી થાણામા કુલ -૪ ગુન્હા દાખલ થયેલ છે

જેમાં (૧) આઈ.પી.સી.કલમ -૩૮૦,૪૫૭ (૨) આઈ.પી.સી. કલમ- ૩૮૦,૪૫૭ (૩) આઈ.પી.સી. કલમ ૩૦૭,૨૯૪,૩૨૪ વિ. (૪) આઈ.પી.સી.કલમ ૨૯૪,૩૨૩, ૩૪,૪૨૭,૫૦૬(૨) મુજબનો ગુન્હો તા.૩૦/૦૪/૨૦૨૩ થી આરોપી વિરુદ્ધ નોંધાયેલ હોય અને આ આરોપી આઈ.પી.સી. કલમ-૨૯૪, ૩૨૩, ૩૪,૪૨૭, ૫૦૬(૨) મુજબના ગુન્હામાં હાલ નાસતો ફરતો છે તેવી બાતમીના આધારે સાગર જિલ્લાના સુરખી થાણા ખાતે વેરીફાઈ કરતા આરોપી ઉપરોક્ત છેલ્લા ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હોય જેથી ઉપરોક્ત આરોપીને માળીયા મી પો.સ્ટે.ના અપહરણના ગુન્હામાં ધોરણસર અટક કરેલ છે અને હ આરોપી જે મધ્યપ્રદેશના સુરખી થાણાના આઈ.પી.સી.કલમ ૨૯૪,૩૨૩, ૩૪,૪૨૭,૫૦૬(૨) મુજબના કામે નાસતો ફરતો હોય જેથી થાણા અધિકારી સુરખી પોલીસ સ્ટેશન જિ.સાગરને આરોપીને ઉપરોક્ત ગુન્હાના કામે અટક કરવા ધોરણસર કાર્યવાહી કરી છે અને આરોપી એમ.પી. ખાતે પણ અગાઉ ૨ યોરીના ગુન્હામા તથા ૨ મારામારીના જેમા ૧ ગંભીર ગુન્હામા સંડોવાયેલ હોય અને જેમા ૧ મારા મારીના ગુન્હામા નાસતો ફરતો હોય જેથી આવા રીઢા ગુનેગારને પકડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર