માળીયામાં ખેડૂતને બોગસ બીયારણ આપી છેતરપીંડી આચરનાર બોટાદના શખ્સ વિરુદ્ધ ફરીયાદ
માળીયા તાલુકામાં ત્રણ ખેડૂતોએ મળી માળિયા તાલુકાના ખેડૂતોની જમીન વિઘરોટી પર રાખી ચાલુ વર્ષે ચોમાસામાં કપાસનું બિયારણ બોટાદના શખ્સ પાસેથી મેળવી વાવતા બોગસ બીયારણ આપી શખ્સે ખેડૂતો સાથે છેતરપિંડી કરી લાખોની નુકસાનની કરી હોવાની માળિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.
મળતી માહિતી મુજબ મૂળ માળિયા તાલુકાના નવાગામના વતની અને હાલ મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ સરદાર નગર સોસાયટીમાં રહેતા નવીનભાઇ ચતુરભાઈ ઘુમલીયાએ આરોપી અમરાભાઈ રબારી રહે. કુંડલી ગામ તા. રાણપુર જી. બોટાદવાળા વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં અરજી કરી જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાહેદો બાંધકામ તથા ખેતીના નો ધંધો કરતા હોય બાંધકામના ધંધામાં મંદી આવતાં ફરીયાદી પંકજભાઈ રામજીભાઈ સાદરીયા, રવજીભાઈ ધરમશીભાઈ ઘુમલીયા ત્રણેય જણાએ મળી આ વર્ષે ખેડૂતોની જમીન વિઘરોટી પર રાખી મોટા પાયે ખેતી કરવાનું નક્કી કરેલ જેથી ત્રણે જણાએ મળી માળિયા તાલુકાના ખેડૂતોની ૩૦૦ વિઘા (૧૨૦ હેક્ટર) ખેતીની જમીન રાખેલ જેમાં ચોમાસામાં કપાસનું વાવેતર કરેલ હોય તેમનું બીયારણ અમરાભાઇ રબારી પાસેથી લીધેલ હોય અને વાવેતર કરેલ હોય જે આરોપીએ તેના અંગત સ્વાર્થ અને લાભ માટે ફરીયાદી તથા સાહેદને વિશ્વાસમાં લઈ છેતરપીંડી કરી સર્ટીફાઈડ બીયારણ છે એવું કહી ફરીયાદીને બોગસ અને નકલી બીયારણ નું વેચાણ કરેલ છે અને બિયારણ વાવવાથી ખેડૂતોને ૩૦૦ વિધા ખેતીની જમીનમાં ઓછામાં ઓછું કપાસનું ઉત્પાદન એક વીધે ૧૫ મણ ગણતા ૪,૫૦૦/- મણ કપાસનું ઉત્પાદન થવુ જોઈ જેના બદલે ૨૫૦/- મણ કપાસનું ઉત્પાદન થાય તેમ નથી અને ફરીયાદી સાથે આવી રીતે આરોપીએ છેતરપીડી અને વિશ્વાસઘાત કરેલ છે અને જેના કારણે ફરીયાદી તથા ભાગીદારોની ૮૪,૦૦,૦૦૦/- રૂપીયા જેટલું નુકશાન થયેલ છે. જેથી નવીનભાઈએ આરોપી વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં માંગ કરી છે.