માળીયામાં ગૌવંશના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના ગૌવંશના ગુન્હામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા તળે ડીટેઈન કરી માળીયા મીયાણા પોલીસ દ્વારા જેલ હવાલે કરવામાં આવેલ છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ગૌવંશના ગુન્હામાં સંડોવાયેલ ઇશમો વીરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી નાયબ પોલીસ અધીક્ષક મોરબી વિભાગ મોરબી તથા પોલીસ અધીક્ષક મોરબી જીલ્લા મોરબી મારફત જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટએ બંને ઇશમોના પાસા વોરંટ ઇસ્યુ કરતા જે પાસા વોરંટ ની બજવણી કરી અયુબભાઇ જાનમામદભાઈ મોવર (ઉ.વ.૩૨) રહે. કાજરડા તા.માળીયા મી.વાળાને મધ્યસ્થ જેલ સુરત તથા ફીરોજભાઈ મહેબુબભાઇ કટીયા (ઉ.વ.૪૫) રહે.કાજરડા તા.માળીયા મી.વાળાને મધ્યસ્થ જેલ ભાવનગર ખાત જેલમાં મોકલી આપવામાં આવેલ છે.