માળિયામાં ચીટીંગના ગુન્હામાં છેલ્લા 5 વર્ષથી નાસતો ફરતો ઇસમ અંજારથી ઝડપાયો
માળિયા (મી): માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના ચીટીંગના ગુન્હામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને કચ્છ જિલ્લાના અંજાર ખાતેથી મોરબી ક્રાઇમ બ્રાન્ચ / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, માળીયા મીયાણા પોસ્ટે આઇ.પી.સી.કલમ-૪૦૬,૪૨૦,૧૧૪ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી પ્રકાશ ઉર્ફે પપ્પુ ઠમકરારામ બિશ્નોઇ રહે. ડેડવા તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન) વાળો હાલે કચ્છ જિલ્લાના અંજાર ખાતે હોવાની ચોક્કસ અને ભરોસાપાત્ર બાતમી મળતા તુરંત જ પોલીસ સ્ટાફની ટીમ બનાવી અંજાર ખાતે મોકલતા બાતમીવાળી વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ચીટીંગના ગુન્હામાં નાસતો ફરતો આરોપી પ્રકાશ ઉર્ફે પપ્પુ ઠમકરારામ બિશ્નોઇ ઉ.વ.૪૨ રહે. ડેડવા તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન) વાળો શિવ લોજીસ્ટ મેઘપર બોરીચી ખાતેથી તા.૧૨/૦૧/૨૪ ના રોજ મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે માળીયા મીયાણા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
આમ, માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના ચીટીંગના ગુન્હામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી ક્રાઇમ બ્રાન્ચ / પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળેલ છે.