માળિયા: વેપારી સાથે ત્રણ શખ્સોએ કારખાનામા પાર્ટનરશીપ કરી 65 લાખની છેતરપિંડી કરી
માળિયા (મી): માળીયા (મી) તાલુકાના ખાખરેચી ગામની સીમમાં એમ.બી. સીરામીક એલ.એલ.પી. કારખાનામાં પાર્ટનરશીપ કરવા યુવકે એક શખ્સને એક કરોડ પંચાણું લાખ આપેલ અને કારખાનું નુકશાનીમા જતા વેપારીને એમ.બી.એલ.એલ.પી.ની. પાર્ટનરશીપ રીટાયર્ટ મેંટ એગ્રીમેન્ટ (ડીડી) માં સહી કરવા બદલ ત્રણ શખ્સોએ રૂપીયા એક કરોડ પંદર લાખ બે ભાગમાં આપવાની બાંહેધરી આપી વેપારીની એમ.બી.એલ.પી.ની પાર્ટનરશીપ રીટાયર્ટ મેંટ એગ્રીમેન્ટ (ડીડી) માં સહી લઈ રૂપિયા પચાસ લાખ આપી ૬૫ લાખ આજદીન સુધી નહી આપી વેપારી સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી હોવાની ભોગ બનનાર વેપારીએ ત્રણે શખ્સો વિરુદ્ધ માળિયા (મી) પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર ૩૦૨, અવધ બી એપાર્ટમેન્ટ, સાનિધ્યપાર્ક (બોનીપાર્ક) મા રહેતા અને વેપારનો ધંધો કરતા મનીષ ઉર્ફે ચિરાગભાઈ જગદીશભાઇ પટેલ (ઉ.વ.૩૯) એ આરોપી મુકેશ બચુભાઈ લીખીયા રહે. ૧૦૨, સંગમ એપાર્ટમેન્ટ ક્રિષ્નાનગર સોસાયટી, નવા બસ સ્ટેન્ડ સામે, મોરબી, ગૌરાંગભાઈ મગનભાઇ દેત્રોજા રહે. મોરબી ચિત્રકુટ સોસાયટી -૫ શનાળા રોડ, રાકેશ ચુનીલાલ પટેલ રહે. મોરબી સરદાર સોસાયટી પરીન પેલેસ શનાળા રોડ મોરબીવાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૦-૦૫-૨૦૨૨ થી આજદીન સુધી આરોપી મુકેશ તથા ગૌરાંગભાઈ અને ફરીયાદી એમ.બી. સીરામીક એલ.એલ.પી.મા ભાગીદાર હોય અને ફરીયાદીએ બજારમાંથી તેમજ સગા સંબંધી પાસેથી ઉઘરાવીને એમ.બી. સીરામીક એલ.એલ.પી. ચલાવવા માટે સને-૨૦૨૦ થી ૨૦૨૧ સુધીમા એક કરોડ પંચાણુ લાખ રૂપીયા ઉઘરાવીને ફેકટરીમાં આરોપી મુકેશને આપેલ અને એમ.બી. સીરામીક એલ.એલ.પી નુકશાનીમા જતા ફરીયાદીને એમ.બી.એલ.એલ.પી.ની પાર્ટનરશીપ રીટાયર્ટ મેંટ એગ્રીમેન્ટ (ડીડ)મા સહી કરવા બદલ ત્રણે આરોપીએ રૂપીયા એક કરોડ પંદર લાખ બે ભાગમા આપવાની બાહેધરી આપી ફરીયાદીની એમ.બી.એલ.એલ.પી.ની પાર્ટનરશીપ રીટાયર્ટ મેંટ એગ્રીમેન્ટ (ડીડ) મા સહી લઇ તા.૩૦/૦૬/ ૨૦૨૨ના રોજ રૂપીયા ૫૦,૦૦, ૦૦૦/- આપી બાકીના રૂ.૬૫,૦૦, ૦૦૦/- આજદીન સુધી નહી આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી હોવાની ભોગ બનનાર મનીષ ઉર્ફે ચિરાગભાઈએ આરોપી વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૪૦૬,૪૨૦,૧૧૪, મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.