માળીયા ત્રણ રસ્તા પાસેથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો
માળીયા મીયાણા ત્રણ રસ્તા પાસેથી એક ઇસમને હાથ બનાવટી તમંચા (હથીયાર) સાથે માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીયાણા પોલીસને સંયુકત રાહે ખાનગી બાતમી મળેલ કે, માળીયા મીંયાણાના ત્રણ રસ્તા પાસે અકબરભાઈ ઈશાકભાઈ નોતીયાર વાળા પાસે ગેરકાયદેસર હથિયાર છે અને હાલે ત્રણ રસ્તા પાસે આંટા ફેરા મારે છે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી અકબરભાઈ ઈશાકભાઈ નોતીયાર વાળા પાસેથી એક હાથ બનાવટની તમંચો હથીયાર નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતા હથિયાધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.