Sunday, January 26, 2025

માળિયા તાલુકા કક્ષાની એથ્લેટિક્સ રમત-ગમતમાં મોડેલ સ્કૂલ મોટીબરારના ખેલાડીઓનો દબદબો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મી): રમત-ગમત કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત SGFI રમતોત્સવ 2024-25ની માળીયા તાલુકા કક્ષાની એથેલેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધામાં મોડેલ સ્કૂલ મોટીબરારના ભાગ લેનાર 15 સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધાઓમાં બાજી મારી હતી. 

મોડલ સ્કૂલ મોટીબરારના પ્રથમ અને દ્વિતીય નંબર મેળવેલ શાળાના વિદ્યાર્થીઓ દોડમાં U14(G) (૪૦૦મી) ચાવડા સોનુ ચંદુલાલ- દ્રિતીય નંબર, U17(G) (૪૦૦મી) ઉડેચા પ્રિયંકા પ્રકાશભાઈ -પ્રથમ નંબર, U17 (B) (૧૦૦મી) સાંગા પ્રેમ દેવાભાઈ – પ્રથમ નંબર, U19 (B) (૧૦૦ મીટર) સાલાણી સુનિલ દિનેશભાઈ – પ્રથમ નંબર, U19 (G) (૨૦૦મી) વિઠલાપરા સંતોષ ચંદુભાઈ -પ્રથમ નંબર, તથા ગોળા ફેંકમા U14(G) પરમાર શિવાંગી મુકેશભાઈ-પ્રથમ નંબર, U17(G) વાઘેલા અંજલી સંતોષભાઈ- દ્રિતીય નંબર, U17(B) ડાંગર ધ્રુમિત ભાવેશભાઈ – પ્રથમ નંબર, U19(B) ડાંગર અભય આશિષભાઈ – પ્રથમ નંબર, U19(B) બાલાસરા હર્ષ રમેશભાઈ – દ્રિતીય નંબર, લાંબી કુદમા U14(G) વાઘેલા દર્શિતા કિશોરભાઈ – પ્રથમ નંબર, U14(G) પરમાર શિવાંગી મુકેશભાઈ – દ્રિતીય નંબર, U17(B) હેગલીયા અરુણ ગોવિંદભાઈ – પ્રથમ નંબર, U19(B) ભટ્ટી સમીર ઈસુભાઈ – પ્રથમ નંબર તેમજ ભાલા ફેકમા U19(B) ડાંગર અભય આશિષભાઈ – પ્રથમ નંબર, તથા ઉંચી કુદમા U14(G) વાઘેલા દર્શિતા કિશોરભાઈ – દ્વિતીય નંબર, U17(B) ડાંગર રામ મહેશભાઈ – પ્રથમ નંબર, તથા હથોડા ફેંકમા U17(B) ડાંગર ધ્રુમિત ભાવેશભાઈ – પ્રથમ નંબર, U19(B) ડાંગર અભય આશિષભાઈ – પ્રથમ નંબર, U19(B) બાલાસરા હર્ષ રમેશભાઈ – દ્વિતીય નંબર મેળવ્યો હતો. જ્યારે તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય નંબર મેળવેલ વિદ્યાર્થી જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં જશે.

વિજેતા થયેલ તમામ વિજેતા સ્પર્ધકોએ મોડેલ સ્કૂલ મોટીબરારનું નામ રોશન કરેલ હોય જેથી પ્રસંશનીય સફળતા બદલ શાળાના આચાર્ય બી.એન. વીડજા અને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવ્યા હતા તેમજ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા સ્પર્ધકો મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાએ ઉજ્જ્વળ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર