માળીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે સંદિપભાઈ કાલરીયાની વરણી
મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા હોદેદારોની વરણી અને આગેવાનોને વિવિધ જવાબદારીઓ સોપવામાં આવી રહી છે જેમાં મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા, તાલુકા તથા શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં હંમેશા પ્રજાના પ્રશ્નો માટે લડત આપતાં યુવા કાર્યકર સંદિપભાઈ કાલરીયાની માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. જે બદલ સંદિપભાઈ કાલરીયાને રૂબરૂ તેમજ ફોન મારફતે લોકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.