Tuesday, December 24, 2024

માળીયા: ઓનેસ્ટ હોટેલ ખાતેથી ત્રણ વ્યક્તિના અપહરણ કરનાર છ ઇસમોને પોલીસે ઝડપી પાડયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મી): માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના ઓનેસ્ટ હોટલ ખાતે બનેલ અપહરણના બનાવમાં અપહરણ થયેલ ત્રણ ઇસમોને કચ્છ જીલ્લાના ભચાઉ ખાતેથી આરોપીઓના કબ્જામાંથી છોડાવી અપહરણ કરનાર છ ઇસમોને માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયા છે.

ફરીયાદી બાબુભાઇ ભીખાભાઇ મિયોત્રા રહે. ભચાઉ વાળાનો પુત્ર આરોપીની છોકરી ભગાડી લઈ જઈ એમ બંને પ્રેમલગ્ન કરવાના ઇરાદે નાસી ગયેલ હોય જેથી ફરીયાદીનો પુત્ર દિલીપભાઇ બાબુભાઇ મિયોત્રા તથા મહેશભાઇ ભીખાભાઇ બારોટ તથા કાનજીભાઇ રામજીભાઇ મિયોત્રા એમ ત્રણેય ઇકો કાર લઇ છોકરા-છોકરીને શોધવા માટે ગયેલ અને છોકરા-છોકરીનો કોઇ અતોપત્તો ન મળતા ભચાઉ પરત ફરતા તે દરમ્યાન માળીયા ઓનેસ્ટ હોટલ ખાતે ચા-પાણી પીવા માટે ઇકો કાર ઉભી રાખેલ તે દરમ્યાન એક બ્રેઝા કારમાં છ ઇસમો આવી આ ત્રણેય વ્યક્તિઓનુ અપહરણ કરી લઇ જઇ નાસી ગયેલ હોય હોવાનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ હતો.

માળીયા મીંયાણા પોલીસ સ્ટાફએ અપહરણ થયેલ ત્રણેય વ્યક્તિ તથા આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા અલગ-અલગ ટીમો બનાવી રવાના કરવામાં આવેલ અને બનાવવાળી જગ્યાના સી.સી.ટી.વી. ફુટેજ મેળવવામાં આવેલ અને તપાસ દરમ્યાન આરોપીઓ સુમિતભાઇ પ્રેમજીભાઇ દાફડાની વાડીએ ભોગબનનારને લઇ ગયેલ હોવાની બાતમી મળતા તુરત જ સ્થાનિક પોલીસની મદદ મેળવી બાતમીવાળી જગ્યાએ જઇ ભોગબનનાર ત્રણેય વ્યક્તિઓને આરોપીઓ પાસેથી છોડાવી અપહરણના ગુન્હામાં સંડોવાયેલ કુલ-૦૬ આરોપીઓ કાંતિભાઇ દેવરાજભાઇ લોચા, રમેશભાઇ રવજીભાઇ દાફડા, નરેશભાઇ વિરજીભાઈ દાફડા, ભરતભાઇ વિરજીભાઇ દાફડા, મનસુખભાઇ ઉર્ફે મનોજભાઇ નામોરીભાઇ દાફડા, કિશોરભાઇ ઉર્ફે કિશનભાઇ નારણભાઇ ચૌહાણ રહે. બધા ભચાઉ, જી. કચ્છ – ભુજવાળાને પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર