Saturday, December 21, 2024

માળીયા: નવલખી બંદર ઉપર ટ્રકમાં કોલસો ભરવા બાબતે યુવકને બે શખ્સોએ માર માર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મી): શ્રીજી કંપનીના સુપરવાઈઝર સાથે નવલખી બંદર ઉપર ટ્રકમાં કોલસો ભરવા બાબતે યુવકને બે શખ્સોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ મોરબી મજુર મુકવા જઈ રહેલ બસમાં ચડી જઈ યુવકને ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટી અંદર ઉમિયા સોસાયટીમાં રહેતા ઇકબાલભાઇ સલેમાનભાઈ કમોરા (ઉ.વ.૪૨) એ આરોપી અનિરૂધ્ધસિંહ જાડેજા તથા મયુરસિંહ જાડેજા રહે બંને મોટા દહિસરા તા. માળીયા (મી) વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૮-૦૫-૨૦૨૩ ના રોજ સાડા પાંચ વાગ્યે તથા તે જ દિવસે સાંજના નવ વાગ્યે શ્રીજી કંપનીના સુપરવાઇઝર રમેશભાઇ સાથે આ કામના આરોપી નં.૧ નાએ નવલખી બંદર ઉપર ટ્રકમા કોલસો ભરવા બાબતે બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારી મોઢા ઉપર લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ફરીયાદી શ્રીજી કંપનીની બસમા શ્રીજી કંપનીના માણસોને મોરબી મુકવા જતા હોય આરોપી મયુરસિંહએ ફરીયાદીની બસ રોકાવી ગેરકાયદેસર અવરોધ કરી બસમા ચડી જઈ રમેશ ક્યા ગયો તેમ કહી ગાળો બોલતા ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા ફરીયાદીને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની ભોગ બનનાર ઇકબાલભાઇએ બંને આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ – ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૩૪૧,૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર