માળિયા નેશનલ હાઇવે રોડ પર અજાણ્યા વાહને એકસેસ મોટરસાયકલને હડફેટે લેતા દંપતીનું મોત
માળીયા (મી): માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર વીશાલા હોટલ તરફના છેડે માળિયા ત્રણ રસ્તા બ્રીજ ઉપર અજાણ્યા વાહને એકસેસ મોટરસાયકલને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા દંપતીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના ખીરઈ ગામે રહેતા ગફુરભાઈ રવાભાઈ નોતીયાર (ઉ.વ.૨૧) એ આરોપી કોઈ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૮-૦૬-૨૦૨૪ ના રોજ રાત્રીના સમયે ફરીયાદીના પિતા રવાભાઇ અભરામભાઇ નોતીયાર ઉ.વ.૪૯ તથા મારા માતા હવાબેન રવાભાઇ નોતીયાર ઉ.વ.૪૭ બંન્ને વાળા એકસેસ મોટરસાઇકલ રજી નં જીજે-૩૬- એજી- ૯૪૪૨ વાળુ લઇને અંજીયાસર ગામથી આવતા હતા તે વખતે માળીયા મી. ત્રણ રસ્તા ઓવરબ્રીજ ઉપર પહોચતા કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાના હવાલાવાળુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી હડફેટે લેતા ફરીયાદીના પીતાને માથામા તથા શરીરે ગંભીર ઇજા પહોચાડી તેમજ ફરીયાદીના માતાને માથામા ટાયર ફેરવી દેતા માથુ છુદી નાખી તેમજ શરીરે ગંભીર ઇજા પહોચાડી બંન્નેના મોત નીપજાવી પોતાનુ વાહન લઇ નાસી ગયો હતો જેથી ભોગ બનનાર મૃતકના પુત્ર ગફુરભાઈએ આરોપી વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૦૪(અ) તથા એમવી એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.