Tuesday, October 22, 2024

માળીયા (મી)ના વીહ વિસ્તારમાંથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મી): માળીયા મીંયાણા તાલુકાની સીમમા વીહ વિસ્તારમાંથી એક ઇસમને દેશી બનાવટની જામગરી (હથિયાર) સાથે માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયો છે.

માળીયા મીંયાણા પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે, માળીયા મીંયાણા તાલુકાના વિહ વિસ્તારમાં આવેલ જલાઉદીન હારૂનભાઈ કાજેડીયાના ખેતરના શેઢે બાવળની કાંટમા આરોપી તૈયબ જલાઉદીન વાળો પોતાના ખેતરના શેઢે બાવળની કાંટામા હાથ બનાવટનું હથિયાર છુપાવી રાખેલ છે મળેલ બાતમીના આધારે તે જગ્યાએ રેઇડ કરતા આરોપી તૈયબભાઈ જલાઉદીનભાઈ કાજેડીયા ઉ.વ.૨૪ રહે. કાજરડા ગામ તા.માળીયા મીંયાણાવાળા પાસેથી એક દેશી બનાવટની સિંગલ બેરલની જામગરી (હથિયાર) બંદુક નંગ-૦૧ કિં.રૂ.૨૦૦૦/- મળી આવતા હથિયાધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર