માળીયા (મિ) : દર વર્ષની જેમ આ વર્ષે પણ માળીયા મિયાણાની દેવ સોલ્ટ પ્રા.લી. ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમ્યાન કંપનીનો સ્ટાફ હજાર રહ્યો હતો.
ઉજવણી દરમ્યાન આ કાર્યક્રમમાં કંપનીના જનરલ મેનેજર દિલીપસિંહ જાડેજા, ડી. જી.એમ. કોમર્શિયલ ટોમી એન્ટની ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કંપનીના સ્ટાફ દ્વારા કંપનીના વિવિધ સ્થળોએ ૫૦ જેટલા વૃક્ષોનું ઉત્સાહ પૂર્વક વાવેતર કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા કંપનીના એન્વાયરોમેન્ટ હેલ્થ એન્ડ સેફટી મેનેજર કુલદીપ ગઢવીએ જહેમત ઉઠાવી હતી. આ દરમ્યાન તેમને ‘આપના પર્યાવરણની જાળવણી એ ઉદારવાદી અથવા રૂઢિચુસ્ત પડકાર નથી, તે સામાન્ય જ્ઞાન છે’

