માળીયા મીયાણા નજીક ભીમસર ઓવર બ્રીજ પાસે ટ્રકે હડફેટે લેતા યુવકનું મોત: એક ઇજાગ્રસ્ત
માળીયા મીયાણા નજીક ભીમસર ઓવર બ્રીજ ચડતા હાઈવે રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા એક યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક યુવક ઈજાગ્રસ્ત થયા હતા જેથી ભોગ બનનારે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ કચ્છ જીલ્લાના રાપરમાં રહેતા અને મજુરી કામ કરતા સામજીભાઈ ખોડાભાઇ ગોહીલ (ઉ.વ.૩૦) એ આરોપી ડમ્પર રજીસ્ટર નંબર -જીજે-૧૨-બી.વાય-૦૦૦૨ ના ચાલક વિરુદ્ધ માળીયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ડમ્પર રજીસ્ટર નં- જી.જે-૧૨-બી.વાય-૦૦૦૨ ના ચાલકએ પોતાના હવાલાવાળુ ડમ્પર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદી તથા તેઓના કુંટુંબી ભત્રીજા દિનેશભાઇ માવજીભાઇ ગોહીલ (ઉવ.૨૪) રહે.રાપર નવાપરા તા.રાપર જી.કચ્છ વાળાને પાછળથી ઠોકર મારી હડફેટે લઇ અકસ્માત કરી ફરીયાદને જમણા પગે ઢીચણના ભાગે તથા કમરાના ભાગે સામાન્ય ઇજાઓ કરી તથા દિનેશભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ તથા શરીરે નાની મોટી ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.