માળીયા (મી)સરવડ તાલુકા પંચાયત સીટ માટે કોંગ્રેસ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી
મોરબી જિલ્લાના માળીયા તાલુકા પંચાયત કચેરી મુકામે ૧૨-સરવડ તાલુકા પંચાયતની સીટ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે મંજુલાબેન અરજણભાઈ આદ્રોજાએ ઉમેદવારી નોંધાવી છે.
આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, માળિયા તાલુકાના ચૂંટાયેલા સદસ્યઓ, મોરબી જિલ્લા તથા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તથા સરવડ ગામના આગેવાનઓ ઉપસ્થિત રહ્યા હતા.