Wednesday, January 8, 2025

માળીયા મચ્છુ નદીના પુલ પાસેથી કારમાંથી વિદેશી દારૂની 321 બોટલો ઝડપાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા મચ્છુ નદીના પુલ પાસે રોડ ઉપરથી 1-20 ગાડીમાંથી ઇંગ્લીંશ દારૂની બોટલો નંગ-૩૨૧ કિ.રૂ.૨,૨૦,૨૦૬/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૫,૨૦,૨૦૬/-નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.‌ આરોપી કાર ચાલક સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એલ.સી.બી. પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે, કચ્છ તરફથી એક ગ્રે કલરની હુન્ડાઇ 1-20 ગાડી નં. GJ-36-B -8119 વાળીમાં પરપ્રાંતમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી માળીયા મિંયાણા તરફ આવનાર છે તેવી બાતમી મળેલ હોય જેની જાણ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટફને થતા બાતમીવાળી ગાડીનો પીછો કરતા ગાડી ચાલક પોતાની ગાડી માળીયા મિંયાણા નજીક આવેલ મચ્છુ નદીના પુલ પાસે રેઢી મુકી નાશી ભાગી ગયેલ જે ગાડીમાંથી ઇંગ્લીંશ દારૂની બોટલો નંગ-૩૨૧ કિ.રૂ.૨,૨૦,૨૦૬/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૫,૨૦,૨૦૬/-નો મુદામાલ મળી આવતા માળીયા મિંયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર