Saturday, April 5, 2025

માળીયા (મીં) કચ્છ હાઈવે પર કાર ડમ્પર અને એરફોર્સ ગાડી વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા કચ્છ હાઈવે રોડ ઉપર હરીપર ગોળાઈ પાસે સ્વીફ્ટ કરા તથા સરકારી એરફોર્સ ગાડી અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવમાં આરોપી સ્વીફ્ટ કાર ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ ગાંધીનગર ૪૭ એસ.યુ. વડસર યુનિટમા રહેતા અને ઇન્ડિયન એરફોર્સમા સી.પી. એલ તરીકે નોકરી કરતા રાજેન્દ્ર નવનિત પાટીલ (ઉ.વ.૨૬) એ આરોપી મારૂતિ સ્વીફ્ટ રજીસ્ટર નંબર – Gj -12-FB-4077 ના ચાલક વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા મારા સિનીયર ટીંકુકુમાર ભોજપાલસિંગ જાટ તથા માનસકુમાર સમદેવ તિવારી તથા સૌરભ ભચાઉ યાદવ એમ અમો એરફોર્સની સરકારી વાહન ટાટા કંપ નિની XENON DLC મોડલની ફોરવ્હીલ ગાડી રજી નં. 17C104752K માં ભુજ એરફોર્સ ખાતે થી વડસર અમારા યુનિટમાં જવા માટે નિકળેલ હતા અને કચ્છ માળિયા રોડ ઉપરથી જતા હતા અને સુરજબારી પુલથી માળિયા તરફ રેલવેના બ્રિજ પહેલા હરીપર ગોળાઇ પાસે પહોચેલ ત્યા આગળ ડમ્પર હોવાથી ગાડી ધીમી કરેલ ત્યારે આરોપીએ પોતાના હવાલા વાળી સ્વીફ્ટ કાર રજીસ્ટર નં-GJ-12-FB-4077 પુરઝડપે ચલાવી એરફોર્સની સરકારી ગાડી 17C104752K વાળીને પાછળથી એકદમ ઠોકર મારતાં સાઈડમાં ઉભેલ ડમ્પર રજીસ્ટર નંબર – GJ-12-BZ-9164 ની પાછળ ઠાઠાના ભાગે ફરીયાદીની ગાડી ભટકાઈ જતાગાડીમાં બેઠેલ સા.ટીંકુકુમાર ભોજપાલસિંગ જાટ નાઓને મોઢાના ભાગે ડાબી આંખ ઉપર તથા ગાલના ભાગે ઇજા તથા સા. માનસકુમાર રામદેવ તિવારીને જમણા હાથે અગુઠાના ભાગે મુઢ ઇજા કરી હતી. આરોપી સ્વીફ્ટ કાર ચાલક થોડી વાર ઉભો રહી જતા રહ્યો હોવાથી આરોપી કાર ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર