એ..ધડામ..મોરબી માળિયા હાઇવે પર અવધ પેટ્રોલિયમ સામે ટ્રેક સાથે ટ્રક અથડાયા
મોરબી માળિયા હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાયો એક વ્યક્તિ ઘાયલ
મોરબીનાં માળીયા હાઇવે પર રોજ અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે આજે માળીયા હાઇવે પર આવેલા નાગડાવાસ ગામ નજીક અવધ પેટ્રોલ પંપ સામે બંધ પડેલા ટ્રક પાછળ કન્ટેનર અથડાતા એક ડ્રાઈવર ને ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે
મળતી માહિતી મુજબ માળીયા હાઇવે પર રોડ ની સાઈડમાં પાર્ક કરેલ ટ્રક પાછળ અન્ય એક મોરબી તરફથી આવી રહેલા અને માળીયા તરફ જઈ રહેલા કન્ટેનરે ઠોકર મારતાં આ અકસ્માત સર્જાયો હતો અને એક વ્યક્તિને ઇજ પહોંચી હતી