માળીયા હાઈવે પર ઓનેસ્ટ ચેકપોસ્ટ ખાતેથી કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયાં
માળીયા (મીં) નેશનલ હાઇવે રોડ ઓનેસ્ટ ચેકપોસ્ટ નજીક કિયા સેલટેસ કારમાંથી વિદેશી દારૂની ૨૪૦ બોટલો સાથે બે ઈસમોને માળીયા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક માલ મોકલનાર નામ ખુલતા પોલીસે તેને ફરાર દર્શાવી શોધખોળ હાથ ધરી છે.
માળીયા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને ખાનગી બાતમીના આધારે માળીયા મી નેશનલ હાઇવે ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે કચ્છ તરફ થી આવતી કિયા સેલટોસ કાર જેના રજીસ્ટર નં. GJ-39-CB-5430 વાળીમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ડેનીમ ૩૦ ઓરેંજ વોડકા બ્રાન્ડની બોટલ નંગ ૨૪૦ જેની કિ રૂ ૨,૬૯,૨૨૦/- તથા કિયા સેલટોસ ગાડી કિં.રૂ. ૧૦,૦૦,૦૦૦/- તથા એક વીવો કંપનીનો એંડ્રોઇડ y28e મોબાઇલ બાઇલ કિ રૂ ૫૦૦૦/- મળી કુલ રૂ. ૧૨,૭૪,૨૨૦ના મુદ્દામાલ સાથે આરોપી મહેશભાઇ દેવાભાઇ ખીટ (ઉ.વ ૩૦) રહે. હાલ જશોદાનગર તા-ભચાઉ જી કચ્છ તથા બચુભાઇ ઉર્ફે હમીરભાઇ ગાંડાભાઈ ખીટ (ઉ.વ-૩૦) રહે-હાલ-ચીરઈ તા-ભચાઉ જી-કચ્છવાળાને પકડી પાડી પુછપરછ કરતા માલ આપનાર -દેવા બાવાજીનુ નામ ખુલતા પોલીસે તમામ ઇસમો વિરૂદ્ધ પ્રોહીબીશન હેઠળ ગુનહો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.