માળીયા હાઈવે પર કવાડીયા ચેક પોસ્ટ ખાતેથી પિસ્તોલ તથા 17 કાર્ટીસ સાથે એક ઝડપાયો
હળવદ: અમદાવાદ માળીયા હાઇવે રોડ કવાડીયા ચેક પોસ્ટ ખાતેથી એક પીસ્ટલ, બે મેગજીન તથા જીવતા કાર્ટીસ નંગ ૧૭ સાથે એક આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ પોલીસ સ્ટાફ વાહન ચેકીંગમા હોય તે દરમ્યાન હળવદ પોલીસ દ્રારા અમદાવાદ માળીયા હાઇવે રોડ કવાડીયા ચેક પોસ્ટ ખાતેથી પોલીસને મળેલ બાતમીના આધારે એક મહિન્દ્રા XUV 700 ફોર વ્હીલ કાર રજીસ્ટર નં.GJ- 27 -EC 9789 માંથી આરોપી અખેરામસિંહ દયાલસિંહ ચૌધરી ઉ.વ.૪૨ ધંધો વેપાર રહે.એ-૩૦૩, શ્રીનાથ રેસીડન્સી,આકૃતી ટાઉનશીપ નજીક, નારોલ, અમદાવાદ.મુળ રહેવાસી ગામ ખેડીદેવીસિંહ તા.નદવઇ જી.ભરતપુર રાજ્ય રાજસ્થાન વાળા પાસેથી લોખંડની પીસ્ટલ નંગ ૧ કિં રૂ. ૧૦,૦૦૦ તથા મેગજીન તથા જીવતા કાર્ટીસ નંગ-૧૭ કિં રૂ. ૫૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૧૦,૧૨,૨૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.