માળિયાના ખીરસરા ગામના ખેડૂત સાથે રાજકોટના એક શખ્સે કરી રૂ. 13.70 લાખની છેતરપીંડી
માળીયા તાલુકાના ખીરસરા ગામે રાજકોટના એક શખ્સે ખેડૂતોનો ૮૪૬ મણ કપાસ લઈ જે માલના સારા ભાવ આપવાનું કહી તે કપાસના પૈસા નહી આપી ખેડૂત સાથે ૧૩૭૦૫૨૦ રૂપિયાની છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના ખીરસરા ગામે રહેતા વીજયભાઈ છગનભાઇ ખાડેખા (ઉ.વ.૪૧) એ આરોપી સુરેશભાઈ ગોવિંદભાઈ લુણાગરિયા રહે. નાના મોવા રોડ રાજ રેસીડેન્સી રાજકોટવાળા વિરુદ્ધ માળીયા (મી) તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીના વેવાઇ સામળાભાઇ મારફતે ફરીયાદીનો વિશ્વાસ કેળવી ફરીયાદી પાસેથી કપાસ કુલ ૮૪૬ મણ કપાસ જે એક મણ કપાસની કિ.રૂ.૧૬૨૦ લેખે કુલ કિ.રૂ.૧૩૭૦૫૨૦/- નો માલ લઇ જે માલના સારા ભાવ અપાવવાનુ કહી તે કપાસના પૈસા નહી આપી ફરીયાદી સાથે વિશ્વાસ ઘાત છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.