Wednesday, January 15, 2025

માળીયા વિસ્તારમાં વધું 50 ગાયો ગૂમ કર્યાનો ધડાકો; બે શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા વિસ્તારમાં પિતા – પુત્ર એ ૧૦૦ થી વધુ ગાયો ગૂમ કર્યાની પશુપાલકો જણાવી રહ્યા છે ત્યારે બીજી તરફ ધાંગધ્રા તાલુકાના પીપળા ગામના રહેવાસી પશુપાલકની ૫૦ ગાયો ચરાવવાનુ કહી રખેવાળ તરીકે રાખી પશુપાલકને પરત ન આપી ગુમ કરી દીધી હોવાની માળીયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના પીપળા ગામે રહેતા ગોપાલભાઈ સીધાભાઈ ગોલતર (ઉ.વ.૪૨) એ આરોપી મુસ્તાક અમીનભાઈ તથા અમીનભાઈ કરીમભાઈ લધાણી રહે. ચિખલી ગામ તા. માળિયા (મી)વાળા વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદી અને સાહેદ પાસેથી એક ગાય જીવ નંગ-૧ ની કિમત રૂપીયા ૫૦૦૦/- લેખે કુલ ગાય જીવ નંગ-૫૦ ની કુલ કિમત રુપીયા ૨,૫૦, ૦૦૦/-ની ચરાવવાનુ કહી રખેવાળ તરીકે રાખી ફરીયાદી અને સાહેદને વિશ્વાસમાં લઇ છેલ્લા દોઢ માસ પહેલાથી ફરીયાદી અને સાહેદને ગાયો બાબતે સરખો જવાબ નહી આપી ગાયો જંગલમાં જતી રહેલ છે તેમ જણાવી ફરીયાદી અને સાહેદ પોતાની ગાયો લેવા સારૂ જતા ગાયો પરત નહી આપી વિશ્વાસધાત કરી ગાયો ગૂમ કરી દિધી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર