માળીયા વિસ્તારમાં બનેલ હત્યાના આરોપીઓને ઝડપી પાડતી પોલીસ
માળીયા (મી): માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ હત્યાના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ-૨૦૨૩ ની કલમ ૧૦૩(૧), ૫૪ તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબનો બનાવ જાહેર થયેલ આ કામે હકિકત એવી છે કે મરણ જનાર ફરિયાદીના પિતા થતા હોય તેઓને આરોપીઓ નૂરમામદ ઉર્ફે ચવો અલ્લારખા મોવર તથા રઝાક ગફુર મોવર રહે બન્ને મોવર ટીંબા માળીયા મીયાણા જીલ્લો મોરબી વાળા સાથે જમવા બાબતે ઝઘડો થયેલ હોય જેનું મન દુઃખ રાખી બંને આરોપીઓએ લાકડાના ધોકાથી ચંદુભાઈ લાધાભાઈ ઉંમર વર્ષ ૫૮ વાળાને શરીરના અલગ અલગ ભાગે ઘા મારી ઇજાઓ કરી મોત નીપજાવી ખૂન કરનાર બંન્ને આરોપીઓને ખાનગી બાતમીના આધારે પકડી પાડી ધોરણસર અટક કરેલ છે.