Saturday, November 16, 2024

માળીયા 108 ની ટીમ દ્વારા ધરાશાયી વૃક્ષ દૂર કરી પ્રસુતાને CHC જેતપર મચ્છુ ખાતે સુરક્ષિત પહોંચાડી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા: માળીયા ૧૦૮ ની દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી જેમાં માળીયા 108ની ટીમ દ્વારા ચાલુ વરસાદે રસ્તા પર પડેલ તોતિંગ વૃક્ષ દૂર કરી પ્રસુતા દર્દીને CHC જેતપર મચ્છુ ખાતે સુરક્ષિત પહોંચાડવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં છેલ્લા ચાર દિવસથી ભારે પવન સાથે વરસાદ વર્ષી રહ્યો છે ત્યારે રસ્તા પર અનેક વૃક્ષો ધરાશયી થઇ ગયા છે ત્યારે માળીયા 108 ના લોકેશન ટીમ દ્વારા રાપર ગામે થી પ્રસુતાને લઈને જેતપર સીએચસીમાં ચાલુ વરસાદે લઈ જતા હતા ત્યારે રસ્તામાં એક વૃક્ષ પડી ગયું હતું અને રસ્તો બંધ હતો જેના કારણે 108 ના પાઈલોટ દાઉદભાઈ અને ઈએનટી દિપેશભાઈ દ્વારા રસ્તો ચાલુ કરવા વૃક્ષને કાપી દૂર કરી રસ્તો ખુલ્લો કરી પ્રસુતાને CHC જેતપર ખાતે સુરક્ષિત પહોંચાડેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર