માળિયાના વેણાસર પ્રા.શાળામાંથી ત્રણ CCTV કેમેરાની ચોરી
માળિયા (મી): માળિયા મી. તાલુકાના વેણાસર ગામની પ્રાથમિક શાળામાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ત્રણ સી.સી. ટીવી કેમેરા ચોરી કરી લઇ ગયો હોવાનું વેણાસર પ્રાથમિક શાળાના આચાર્યદ્વારા જણાવવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના વેણાસર ગામની ગત રાત્રે પ્રાથમિક શાળાના મેદાનમાં લગાવવામાં આવેલા સી.સી.ટી.વી કેમેરા પૈકી કેમેરા નંગ – ૩(ત્રણ) ચોરી કરી કોઈ અજાણ્યો ચોર ઈસમ લઈ ગયો હતો. જ્યારે સવારના શાળા સમયે આવીને જોતા ૩(ત્રણ) સી.સી.ટી.વી કેમેરા ચોરી થયેલ હોવાનું વેણાસર પ્રાથમિક શાળાના આચાર્યે જણાવ્યું હતું.