Tuesday, September 24, 2024

માળિયાના નવાગામને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવા કલેકટરને કરાઈ રજુઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબીમાં ગત વર્ષે ભારે વરસાદ પડ્યો હતો જેથી ખેતીને વ્યપક નુકસાન થયું હતું. જેથી રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં માળિયા તાલુકાના નવાગામ નો સમાવેશ ન કરતા ખેડૂતોમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે.તેથી નવાગામ પંચાયતે તેમના ગામને કૃષિ રાહત પેકેજનો લાભ આપવાની ખેતીવાડી અધિકારી તથા કલેકટરને લેખિત રજુઆત કરી છે.

નવાગામ પંચાયત દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારી અને મોરબી જીલ્લા કલેકટરને રજુઆત કરી છે કે, ખરીફ સીઝન –૨૦૨૨ માં સતત વરસાદ થતા નવાગામમાં ખેડુતોને પાક નુકસાની થયેલ જે બાબતે તારીખ ૧૬-૦૯-૨૦૨૨ ના રજુઆત કરી નવાગામને પાક નુકસાની સહાય ચુકવવા માંગણી કરેલ પરંતુ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ જેમાં નવાગામનો સમાવેશ કરવામાં આવેલ નથી તેમજ નવાગામની આજુબાજુમાં આવતા ચારેય ગામો જેવા કે રાસંગપર, મેધપર, મોટી બરાર, સરવડ વિગેરે ગામોનો સમાવેશ રાહત પેકેજમાં કરવામાં આવેલ છે. અને આટલી બધી રજુઆતો કરવા છતા નવાગામનો રામાવેશ આ રાહત પેકેજમાં કરવામાં આવેલ નથી. વધુમાં જણાવ્યું હતું કે આટલી રજુઆત છતા પણ નવાગામનો સમાવેશ કરવામાં આવેલ ન હોય જેથી મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી અને કલેક્ટરને લેખીત રજુઆત કરી નવાગામનો તત્કાલના ધારણે આ રાહત પેકેજમાં સમાવેશ કરવમાં આવે જો આ માંગ મુજબ આ પેકેજના લાભથી વંચીત રાખવામાં આવશે નવાગામ પંચાયત દ્વારા કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર