Tuesday, September 24, 2024

માળીયા મિયાણા તાલુકાની રાસંગપર પ્રાથમિક શાળામાં બાળ સંસદ નું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

લોકશાહી માં ચૂંટણી પ્રકિયાનું અનેરું મહત્વ છે. દેશ નાં નાગરિકો ચૂંટણીની પ્રક્રિયા બાબતે જેટલાં જાગૃત બને તેટલી જ લોકશાહી મજબૂત બને. શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ લોકશાહીનાં ભાવિ મતદાર છે ત્યારે તેમને શાળા કક્ષા એ થી જ ચૂંટણી પ્રકિયાનું જ્ઞાન મળે તેવા ઉમદા હેતુથી માળીયા મિયાણા તાલુકાની રાસંગપર પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી -2022 નું આયોજન કરવામાં આવ્યું હતું.


ચૂંટણી પ્રક્રિયાનાં તમામ મહત્વના પહેલું જેવા કે જાહેરનામું, ઉમેદવારી પત્ર, ફોર્મ પરત ખેંચવા, ચૂંટણી સ્ટાફ, evm મશીન જેવા તમામ ઘટકોને ધ્યાનમાં રાખી આ ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી.શાળામાં અભ્યાસ કરતા બાળકો અને શિક્ષકોએ મતદાન કર્યુ ચૂંટણી સ્ટાફ તરીકે વિદ્યાર્થીઓની નિમણૂંક કરવામાં આવી.Evm નો પરિચય થાય એ માટે evm app નો ઉપયોગ કરવામાં આવ્યો.ચૂંટણી પ્રક્રિયામાં વિજેતા બનેલા વિદ્યાર્થી ઉમેદવાર હવે શાળામાં ચાલતી વિવિધ સમિતિના મંત્રી તરીકે કાર્ય કરશે.

આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બાળકો માટે આનંદ સાથે જ્ઞાન આપનારી બની રહેલ તેવું શાળાનાં શિક્ષક રાજેશભાઈ રાઠોડ દ્વારા જણાવેલ.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર