મકનસર પોલીસ હેડ ક્વાટર નજીક આધેડને બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા
મોરબી: મોરબીના મકનસર પોલીસ હેડ કવાર્ટર જયેશભાઇ શેખવાના ગેરજની સામે મોરબી-૧૦ સામખીયાળી-૮૦ ગાંધીધામ-૧૩૦ લખેલા સાઈન બોર્ડ પાસે રોડ ઉપર ચાલીને રોડ ક્રોસ કરતા આધેડને બાઈકે હડફેટે લેતા આધેડ ઈજાગ્રસ્ત થયા હતો. આ બનાવ અંગે આધેડના પુત્રએ આરોપી બાઈક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પ્રેમજીનગ(મકનસર) સરકારી સ્કૂલની બાજુમાં રહેતા મહેશભાઇ પોપટભાઈ પરમાર (ઉ.વ.૩૦) એ આરોપી હીરો એચ.એફ.ડીલક્ષ મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-03-4507 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૪-૦૬-૨૦૨૩ ના રોજ આરોપીએ પોતાના હવાલાનું હીરો એચ.એફ.ડીલક્ષ મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર- GJ-03-KE-4507 વાળુ રોડ ઉપર પુર ઝડપે અને માણસોની જીંદગી જોખમાય તેમ બેદરકારી ભરી રીતે ચલાવી નીકળી પગે ચાલીને રોડ ક્રોસ કરતા ફરીયાદીના પિતાજી પોપટભાઇ પાલાભાઇ પરમાર ઉવ-૫૨ વાળાને હડફેટમાં લઇ પછાડી દઇ માથામાં જમણી બાજુ હેમરેજની, ડાબા પગના નળાના ભાગે તેમજ છાતીમાં પાંસળીમાં ફ્રેક્ચરની તેમજ પોતાને શરીરે છોલછાલની તેમજ ડાબા હાથમાં ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનારના પુત્રએ આરોપી બાઈક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૩૭ એમ.વી.એકટ કલમ -૧૭૭,૧૮૪, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.