મોરબીના મકનસર ગામે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના મકનસર ગામની સીમ, એકસસ સિરામીક પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી તાલુકાના મકનસર ગામની સીમ એકસસ સિરામીક પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમો જયેશભાઇ બલવંતભાઇ મેર ઉ.વ.૩૦, રહે. હાલ-એકસલ સિરામીક મકનસર, તા. જી. મોરબી, કાનજીભાઇ રમેશભાઇ દેવમુરારી ઉ.વ.૨૯, રહે, જાંબુડીયા, તા.જી.મોરબી, ઇશ્વરભાઇ પોપટભાઇ બદરચીયા ઉ.વ.૪૫, રહે. વાંકાનેર, મીલ પ્લોટ, વીસીપરા, તા.વાંકાનેર, જી.મોરબી, મનસુખભાઇ વશરામભાઇ બાવળીયા ઉ.વ ૩૨, રહે, એકસલ સિરામીક મકનસર, તા.જી.મોરબી, કે. રાકેશભાઇ બળવંતભાઇ ગળથરા ઉ.વ.૧૯ રહે. લખતર, ચાવડા શેરી, તા.લખતર, જી.સુરેન્દ્રનગર, અવધેશ ગીરધારીલાલ ગૌતમ ઉ.વ.૨૮, રહે. એકસલ સિરામીક, મકનસર, તા.જી.મોરબી, ધર્મેન્દ્રભાઇ સુરેન્દ્રભાઇ ચૌધરી ઉ.વ.૩૫, રહે. મકનસર, તા જી.મોરબી, રોહિતકુમાર સુરજપાલ કુમાર ઉ.વ.૨૨, રહે. એકસલ સિરામીક, મકનસર, તા.જી.મોરબીવાળાને રોકડ રૂ.૨૧,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.