Saturday, March 22, 2025

માળીયા(મી)ના વવાણીયા ગામે ભાડે મકાન આપી ભાડા કરાર ન કરનાર મકાન-માલીક વિરુદ્ધ કાર્યવાહી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભાડુઆત દ્વારા ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરવામાં આવતું હતું.

માળીયા(મી) તાલુકાના વવાણીયા ગામે મકાન ભાડે આપી, ભડુઆતની વિગતો પોલીસ મથકમાં ન આપી તેમજ ભાડા-કરાર ન કરનાર મકાન-માલીક વિરુદ્ધ માળીયા(મી)પોલીસ દ્વારા જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, માળીયા(મી) તાલુકાના વવાણીયા ગામે એલસીબી પોલીસ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે લાખાભાઈ વિરડાના મકાને રેઇડ કરવામાં આવી હતી, આ મકાનમાંથી વિદેશી દારૂની ૨૩૨ બોટલનો મુદ્દામાલ પકડી લેવામાં આબયો હતો, ત્યારે પોલીસ તપાસમાં આ મકાન સાગર ઉર્ફે ઠુઠો સવસેટા નામના ઇસમે ભાડે રાખ્યું હોય પરંતુ મકાન-માલીક લાખાભાઈ હીરાભાઈ વીરડાએ ભાડે મકાન રાખનારના કોઈ આધાર પુરાવા કે ભાડુઆત સંબંધી કોઈ જાણ માળીયા(મુ) પોલુસમાં ન કરી હોય તેમજ ભાડા-કરાર પણ ન કરેલ હોય જેથી પોલીસે આરોપી લાખાભાઈ હીરાભાઈ વીરડા રહે હાલ રહે.મોરબી વાવડી રોડ રામપાર્ક વાળા વિરુદ્ધ જાહેરનામા ભંગની કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર